આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.
ફુલ પગારના કેસમાં સુપ્રીમકોર્ટે તારીખમાં ફેરફાર કર્યો છે.
આ વેબસાઈટમાં તમામ નવી અપડેટ ટૂંક જ સમયમાં શરુ કરવામાં આવશે.(મિતુલ બી.પટેલ)

Tuesday 20 May 2014

પ્રાથમિક શિક્ષણ નિયામકની અધ્યક્ષતા મળેલી મીટીંગના સમાચાર

નિયામક સાહેબની અધ્યક્ષતામાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓશ્રી ની મિટિંગ બોલાવવામાં આવી છે.આ મીટીંગમાં નીચેની બાબતોની ચર્ચા કરવામાં આવશે..* પ્રવેશોત્સવ અંગેની ચર્ચા ( સંભવિત તારીખ -12,1314 જુન ગ્રામ્ય અને 19,20,21 શહેરી કક્ષાએ )* વિદ્યાલક્ષ્મી બોન્ડની ચુકવણી તેમજ ખરીદી બાબત* પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની ચર્ચા વિચારણા.* ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં વિકલ્પ કેમ્પના આયોજન માટે.* અમદાવાદ,ગાંધીનગર,સાબરકાંઠા અને પોરબંદર જિલ્લામાં ઓનલાઇન કોમ્પ્યુટર પાઇલટ પ્રોજેક્ટની ચર્ચા વિચારણા.* પ્રાથમિક વિભાગ-1 થી 5 માં વિદ્યાસહાયકોની નિમણુક અંગે.* મુખ્ય શિક્ષક ભરતી અને બઢતી અંગે.* મદદનીશ કેળવણી નિરક્ષકોની ભરતી અંગે ખાલી જગ્યાઓની માહિતી.* રોસ્ટર રજિસ્ટર અધતન કરવા અંગે,* તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓનો ચાર્જ સોપવા તથા તેમની કામગીરી બાબત.* વિદ્યાદીપ યોજના,વર્ધિત પેન્શન કેસોની સમીક્ષા,ફરજ મોફુકી કેસોની સમીક્ષા,કોર્ટમેટોરોની સમીક્ષા...INFO - GURU CHANKYA

No comments:

Post a Comment